ભારતીય સામ્યવાદી પક્ષ – માર્ક્સવાદીના મહાસચિવ સીતારામ યેચુરીનું આજે 72 વર્ષની વયે નિધન થયું છે. લાંબા સમયથી બિમાર યેચુરીએ નવી દિલ્હીના એઈમ્સ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે એક નિવેદનમાં જણાવ્યું છે કે,શનિવારે તેમનો પાર્થિવ દેહ નવી દિલ્હીમાં આવેલા પાર્ટીના મુખ્યમથક
એ.કે.ગોપાલન ભવનમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોશિયલ મીડિયા પર શોક સંદેશમાં લખ્યું કે, સીતારામ યેચુરી એક વિદ્યાર્થી નેતા અને બાદમાં રાષ્ટ્રીય રાજનીતિજ્ઞ તેમ જ સાંસદ તરીકે એક મજબૂત અવાજ હતા.મુર્મૂએકહ્યું,યેચુરી સમર્પિત વિચારક હોવા છતાં તમામ રાજકીય પક્ષમાં તેમના મિત્રો હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર શૉક સંદેશમાં જણાવ્યું કે,યેચુરીએ અસરકારક સંસદસભ્ય તરીકેની છાપ ઊભી કરી હતી.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખ્યું કે,યેચુરીના નિધનથી રાજકીય ક્ષેત્રને ખોટ પડી છે.શાહે યેચુરીના પરિવારના સભ્યો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 12, 2024 8:23 પી એમ(PM) | સીતારામ યેચુરી
ભારતીય સામ્યવાદી પક્ષ– માર્ક્સવાદીના મહાસચિવ સીતારામ યેચુરીનું નવી દિલ્હી ખાતે આજે 72 વર્ષની વયે નિધન
