અમેરિકા દ્વારા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પર કામચલાઉ રીતે ટેરિફામાંથી રાહત આપવા અંગેના સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ સર્જાયો હતો. અમેરિકા દ્વારા વધુ ટેરિફ માફીની શક્યતા વચ્ચે આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યા હતા. BSE સેન્સેક્સ અને નિફ્ટીમાં 2 ટકાનો ઉછળો જોવા મળ્યો હતા. સેન્સેક્સ એક હજાર છસો કરતાં વધુ પોઈન્ટ વધીને 76 હજાર સાતસોની સપાટીને પાર કરી ગયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પાંચસો કરતાં વધુ પોઈન્ટના વધારા સાથે 23 હજાર 300ની સપાટીને પાર પહોંચ્યો હતો.
Site Admin | એપ્રિલ 15, 2025 1:51 પી એમ(PM)
ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ..
