ભારતીય રિઝર્વ બૅંકે આજે સતત દસમી વખત પૉલિસી રેપો રેટને 6.50 ટકાના દર પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. પરિણામે ડિપોઝિટ ફેસિલિટી – SDF રેટ 6.25 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી – MSF રેટ અને બેન્ક રેટ 6.75 ટકા પર રહે છે. RBI એ ફેબ્રુઆરી 2023 થી બેન્ચમાર્ક વ્યાજ દર પર યથાવત સ્થિતિ જાળવી રાખી છે.
નાણાકીય નીતિ સમિતિ – MPC એ નાણાકીય નીતિ વલણને તટસ્થ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય વિકાસને ટેકો આપતા પ્લસ અથવા માઇનસ 2 ટકાના બેન્ડમાં 4 ટકાના ગ્રાહક ભાવ સૂચકાંક ફુગાવાના મધ્યમ ગાળાના લક્ષ્યાંકને હાંસલ કરવાનો ઉદ્દેશ્ય સાથે સુસંગત છે. રિઝર્વ બૅંકે જાહેર કરેલા નિવેદનમાં નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 6.7 ટકના દરે હોવાનો ઉલ્લેખ છે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 2:03 પી એમ(PM)
ભારતીય રિઝર્વ બેંકે સતત દસમી વખત રેપો રેટને 6.50 ટકાના દર પર યથાવત રાખ્યો
