ભારતીય મહિલા હોકી ખેલાડી વંદના કટારિયાએ આંતરરાષ્ટ્રીય હોકીમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, 320 આંતરરાષ્ટ્રીય મેચ અને 158 ગોલ સાથે, વંદના ભારતીય મહિલા હોકીના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડી તરીકે વિદાય લઈ રહ્યા છે. વર્ષ 2009માં સિનિયર ટીમમાં પ્રવેશ કરનારા 32 વર્ષીય ખેલાડી, રમતમાં ઘણી નિર્ણાયક ક્ષણોનો અભિન્ન ભાગ હતા, જેમાં ટોક્યો 2020 ઓલિમ્પિકમાં ભારતનું ઐતિહાસિક ચોથું સ્થાન મેળવવું, જ્યાં તે રમતોમાં હેટ્રિક કરનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય મહિલા બન્યા.
તેમને અર્જુન એવોર્ડ, પદ્મશ્રી અને 2014 માં પ્લેયર ઓફ ધ યર, મહિલા માટે હોકી ઈન્ડિયા બલબીર સિંહ સિનિયર એવોર્ડ, આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ માટે હોકી ઈન્ડિયા પ્રેસિડેન્ટ એવોર્ડ જેવા કેટલાય ઍવોર્ડ થી સન્માનવામાં આવ્યા છે
Site Admin | એપ્રિલ 1, 2025 2:06 પી એમ(PM)
ભારતીય મહિલા હોકી ખેલાડી વંદના કટારિયાએ આંતરરાષ્ટ્રીય હોકીમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી
