ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 9, 2024 2:01 પી એમ(PM)

printer

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે શ્રેણીની બીજી T20 મેચમાં ભારત બાંગ્લાદેશ સામે ટકરાશે

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે દિલ્હીના અરૂણ જેટલી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ત્રણ મેચોની શ્રેણીના બીજા ટી20 મેચમાં બાંગ્લાદેશ સામે રમશે. ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગે આ મેચ શરૂ થશે. સૂર્ય કુમાર યાદવના નેતૃત્વમાં ભારત શ્રેણીમાં એક – શૂન્યથી આગળ છે.
શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને સરળ જીત મેળવી હતી. આ મેચમાં અર્શદીપ સિંહ અને વરૂણ ચક્રવર્તીએ ત્રણ – ત્રણ વિકેટ લીધા હતા. જ્યારે હાર્દિક પંડ્યાએ માત્ર 16 બોલમાં 39 રન બનાવ્યા હતા.