ભારતીય દૂરસંચાર નિયામક સંસ્થા-ટ્રાઇએ ઇન્ટનેટ ઉપલબ્ધ કરાવતી તમામ કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ મેસેજમાં યુનિફોર્મ રિસોર્સ લોકેટર– URLના દૂરઉપયોગને રોકવા માટે એ તમામ લિંકની આપ-લેને બ્લૉક કરી દે, જેમને વ્હાઇટ લીસ્ટ કરવામાં આવી નથી.
ટ્રાઇએ એવું પણ જણાવ્યું છે કે ત્રણ હજારથી વધુ નોંધણી પ્રદાતાઓએ 70 હજારથી વધુ લિંક્સને વ્હાઇટ લિસ્ટ કરીને આ જરૂરિયાતનું અનુપાલન કર્યું છે. ટ્રાઇએ એવું પણ કહ્યું કે બિનજરૂરી મેસેજથી ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે આ પગલું લેવાયું છે. પહેલી ઑક્ટોબરથી આ નવા નિયમો લાગુ કરવાની તૈયારી છે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 7:23 પી એમ(PM) | ટ્રાઇએ
ભારતીય દૂરસંચાર નિયામક સંસ્થા-ટ્રાઇએ ઇન્ટનેટ ઉપલબ્ધ કરાવતી તમામ કંપનીઓને નિર્દેશ આપ્યા
