ભારતીય કપાસ નિગમ લિમિટેડ- CCI કપાસ પકવતા ખેડૂતો પાસેથી આગામી પહેલી ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે.આ માટે ખેડૂતોની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. નોંધણી માટે, ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રનો સંપર્ક કરી શકશે. આ ઉપરાંત ખેડૂતો મોબાઇલ એપ્લિકેશન કોટ-એલી અને નિગમની વેબસાઇટ www.cotcorp.org.inની મુલાકાત લઈ શકે છે. વધુ માહિતી માટે ખેડૂતો અમદાવાદ ખાતેની શાખાનો સંપર્ક કરી શકે છે તેમ નિગમની યાદીમાં જણાવાયું છે.
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 11:23 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | Gujarat | newsupdate
ભારતીય કપાસ નિગમ લિમિટેડ- CCI કપાસ પકવતા ખેડૂતો પાસેથી આગામી પહેલી ઓક્ટોબરથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે.
