ભારતીય એરલાઇન કંપની ઇન્ડિગોએ તિરુચિરાપલ્લી અને જાફના વચ્ચે સીધી વિમાની સેવા શરૂ કરી છે. આનાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધારો થયો છે.
ઇન્ડિગોની અઠવાડિયામાં છ દિવસ ફલાઇટ ઉડાન ભરશે, જે તિરુચિરાપલ્લીથી બપોરે 1.25 વાગ્યે ઉપડશે અને બપોરે 2.25 વાગ્યે જાફના પહોંચશે. જાફનાથી પરત ફરતી ફ્લાઇટ બપોરે 3.10 વાગ્યે ઉપડશે અને સાંજે 4.05 વાગ્યે તિરુચિરાપલ્લી પહોંચશે. આ સેવાઓથી ભારત અને શ્રીલંકા વચ્ચે મુસાફરી અને વેપારને વેગ મળવાની અપેક્ષા છે.
Site Admin | માર્ચ 31, 2025 6:36 પી એમ(PM) | ઇન્ડિગો
ભારતીય એરલાઇન કંપની ઇન્ડિગોએ તિરુચિરાપલ્લી અને જાફના વચ્ચે સીધી વિમાની સેવા શરૂ કરી
