ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 22, 2025 8:00 પી એમ(PM)

printer

ભારતીય અવકાશ સંશોધન સંગઠન -ઇસરોના અધ્યક્ષ, ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે ઇસરો એક ભારતીયને ચંદ્ર પર લઈ જવા અને તેને સુરક્ષિત રીતે પરત લાવવાના મિશન પર કામ કરી રહ્યું છે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન -ઇસરોના અધ્યક્ષ, ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે ઇસરો એક ભારતીયને ચંદ્ર પર લઈ જવા અને તેને સુરક્ષિત રીતે પરત લાવવાના મિશન પર કામ કરી રહ્યું છે. આગામી 2035 સુધીમાં ભારતનું પોતાનું અવકાશ મથક હશે.
શ્રી નારાયણે ગઈકાલે જલંધરમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની 8મી વિદ્યાર્થી સંસદને સંબોધિત કરતાં આ મુજબ જણાવ્યું હતું.
ડૉ. નારાયણને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ભારતીયને ચંદ્ર પર લઈ જવા અને તેને સુરક્ષિત રીતે પરત લાવવાના મિશન પર કામ કરવા માટે માર્ગદર્શિકા આપી છે અને ઇસરો 2040 સુધીમાં આ કાર્ય પૂર્ણ કરશે.
નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના અવકાશમાં નવ મહિનાના પ્રવાસ પછી સુરક્ષિત પરત ફરવા અંગે, ડૉ. નારાયણને કહ્યું કે આપણા પોતાના મિશનની સફળતા માટે આપણે બીજાઓ પાસેથી શીખવું પડશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ