ભારતના ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા
તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ
આવતા મહિનાની 5મી છે. જ્યારે બીજા દિવસે પત્રકોની ચકાસણી હાથ ધરવામાં
આવશે. 9મી સપ્ટેમ્બર સુધી નામ પરત ખેંચી શકાશે. 25મી સપ્ટેમ્બરે મતદાન
યોજાશે. આ તબક્કામાં 6 જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ
જિલ્લાઓ છેગાંદરબલ, શ્રીનગર, બડગામ, રાજૌરી, પૂંચ અને રિયાસી. તમામ
તબક્કાના પરિણામ 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 29, 2024 2:53 પી એમ(PM)
ભારતના ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે
