ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ભારત તેની વિદેશનીતિમાં રાષ્ટ્રીય હિત અને માનવ હિત બંનેને પ્રાથમિકતા આપે છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારત તેની વિદેશનીતિમાં રાષ્ટ્રીય હિત અને માનવ હિત બંનેને પ્રાથમિકતા આપે છે અને ભારત પોતાના નાગરિકોની સુરક્ષા કરવાનું પોતાનું કર્તવ્ય માને છે. ગઇકાલે નવી દિલ્હીમાં ઈન્ડિયન કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ દ્વારા આયોજિત ક્રિસમસ સેલિબ્રેશનને સંબોધતા પ્રધાનમંત્રીએ દેશના યુવાનોએ ખાતરી આપી છે કે વિકસિત ભારતનું સપનું ચોક્કસપણે સાકાર થશે. તેમણે કહ્યું કે દેશના ભવિષ્યમાં આપણા બધાની મહત્વની ભૂમિકા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે સમાજમાં હિંસા ફેલાવવાના પ્રયાસો થાય છે ત્યારે તેમને પીડા થાય છે. શ્રી મોદીએ થોડા દિવસો પહેલા જર્મનીના ક્રિસમસ માર્કેટ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભગવાન ઇસુ ખ્રિસ્તના ઉપદેશો પ્રેમ, સંવાદિતા અને ભાઇચારાને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે આ ભાવનાને મજબૂત કરવા માટે દરેક વ્યક્તિ કામ કરે તે જરૂરી છે.
આ પ્રસંગે તેમણે કાર્ડિનલ્સ, બિશપ્સ અને ચર્ચના અગ્રણી નેતાઓ સહિત ખ્રિસ્તી સમુદાયના વડાઓ સાથે પણ વાતચીત કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ