ભારત-કઝાકિસ્તાન સંયુક્ત સૈન્ય અભ્યાસ KAZIND-2024 ની આઠમી આવૃત્તિ આજે ઉત્તરાખંડમાં શરૂ થઈ છે.ભારતીય સશસ્ત્ર દળોનું પ્રતિનિધિત્વ ભારતીય સેનાની કુમાઉ રેજિમેન્ટની બટાલિયન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં 120 જવાનોનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર,સંયુક્ત કવાયતનો હેતુ આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરવા માટે બંને પક્ષોની સંયુક્ત સૈન્ય ક્ષમતાને વધારવાનો છે. મંત્રાલયે કહ્યું કે આ કવાયત અર્ધ-શહેરી અને પર્વતીય વિસ્તારોમાં કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરશે. મંત્રાલયે કહ્યું કે આનાથી સંરક્ષણ સહયોગમાં વધારો થશે અને બંને સેનાઓ વચ્ચે આંતરપ્રક્રિયાને સરળ બનાવશે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 6:27 પી એમ(PM)
ભારત-કઝાકિસ્તાન સંયુક્ત સૈન્ય અભ્યાસ KAZIND-2024 ની આઠમી આવૃત્તિ આજે ઉત્તરાખંડમાં શરૂ થઈ
