ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 22, 2025 1:57 પી એમ(PM)

printer

ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ કરવા પ્રધાનમંત્રી મોદી બે દિવસના પ્રવાસ માટે જેદ્દાહ જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની બે દિવસીય સત્તાવારમુલાકાત માટે રવાના થયા છે. રવાના થતાં અગાઉ આપેલા વિદાય નિવેદનમાં પ્રધાનમંત્રીએજણાવ્યું કે, ભારત સાઉદી અરેબિયા સાથેનાતેના લાંબા અને ઐતિહાસિક સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે. બંને દેશો વચ્ચે તાજેતરના વર્ષોમાં વ્યૂહાત્મક ભાગીદારીને વેગ મળ્યો છે.
શ્રી મોદીએ જણાવ્યું કે, બંનેરાષ્ટ્રોએ સાથે મળીને સંરક્ષણ, વેપાર, રોકાણ,ઊર્જા અને લોકો વચ્ચેના સંબંધોના ક્ષેત્રો સહિત પરસ્પર લાભદાયક ભાગીદારી નોંધપાત્ર રીતે વિકસાવી છે. તેમણે ઉમેર્યું હતું કે, બંને રાષ્ટ્રો પ્રાદેશિક શાંતિ, સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે સહિયારા પ્રયાસો કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, તેઓ સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાયને મળવા ઉત્સુક છે, અને તેઓ વ્યૂહાત્મકભાગીદારી પરિષદની બીજી બેઠકમાં ભાગ લેવા તેમજ વર્ષ 2023માંપ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ભારતની અત્યંત સફળ સત્તાવાર મુલાકાતને આગળ વધારવા આતુર છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ