ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 1, 2025 7:47 પી એમ(PM)

printer

ભારત અને ચિલીએ આપત્તિ વ્યવસ્થાપન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં સહયોગ માટે સમજૂતીઓ કરી

ભારત અને ચિલીએ આજે આપત્તિ વ્યવસ્થાપન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં સહયોગ માટે સમજૂતીઓનું આદાનપ્રદાન કર્યું હતું. બંને પક્ષોએ એન્ટાર્કટિકા સહયોગ પર ઇરાદાપત્રનું પણ આદાનપ્રદાન કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિએલ બોરિક ફૉન્ટ સાથે ભારત-ચિલી સંબંધો મુદ્દે વાતચીત કરી હતી. એક અખબારી નિવેદનમાં શ્રી મોદીએ જણાવ્યું કે, ભારત માટે ચિલી લેટિન અમેરિકામાં મહત્વનું મિત્ર અને ભાગીદાર છે. તેમણે ચિલીને ભારત માટે એન્ટાર્કટિકા માટેનું પ્રવેશદ્વાર ગણાવ્યું.
વિદેશ મંત્રાલયના સચિવ પેરિયાસામી કુમારને જણાવ્યું કે, ભારત અને ચિલી દ્વિપક્ષીય વેપાર અને રોકાણ વધારવા માટે સર્વગ્રાહી આર્થિક ભાગીદારી સંધિ પર ચર્ચા કરવા સંમત થયા છે.
ચિલીના રાષ્ટ્રપતિ શ્રી બોરિકે જણાવ્યું હતું કે, બંને નેતાઓએ આરોગ્ય મુદ્દે અને ચિલીને ટકાઉ ટેકનોલોજી તેમજ નવીનતા માટે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે સ્થાપિત કરવાની યોજના વિશે વાત કરી હતી.
શ્રી બોરિક આજથી પાંચ દિવસની ભારત યાત્રાએ આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ