ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 26, 2025 6:02 પી એમ(PM) | લાયબ્રેરી

printer

બોટાદ તાલુકાના બોડી ગામમાં ગામના આગેવાનો દ્રારા લાયબ્રેરી બનાવવામાં આવી

બોટાદ તાલુકાના બોડી ગામમાં ગામના આગેવાનો દ્રારા લાયબ્રેરી બનાવવામાં આવી હતી. છ થી સાત હજારની વસ્તી ધરાવતા આ ગામમાં વધુને વધુ લોકો અભ્યાસ બાદ સરકારી નોકરી અથવા સારી નોકરી મેળવી શકે તેવા સારા વિચાર સાથે 2013માં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો સાથે આ લાઇબ્રેરી બનાવવામાં આવેલ આજે આ લાઇબ્રેરીમાં 500 થી વધુ પુસ્તકો છે ગામ લોકોના લોક ફાળા થી શરૂ કરવામાં આવેલ આ લાઇબ્રેરીના કારણે ગામના 200 જેટલા દીકરી અને દીકરાઓ આજે સરકારી નોકરી તેમજ અન્ય જગ્યાઓ પર સારી નોકરી કરી રહ્યા છે .
એક વિદ્યાર્થીએ કહ્યું કે ગામમાં લાઇબ્રેરી શરૂ થતા અમને એનો લાભ મળેલ અને આજે અમને સારી નોકરી પણ મળેલ છે અને અહીં વાંચનમાં કોઈપણ જાતનો ચાર્જ પણ લેવામાં આવતો નથી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ