ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 9, 2025 9:36 એ એમ (AM)

printer

બે દિવસ દરમિયાન રાજ્યભરમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી રાજ્યમાં તાપમાન ઊંચું રહેવાની આગાહી કરી છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા એ જણાવ્યું કે આગામી 48 કલાકમાં રાજયના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત્ છે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને મહત્તમ તાપમાનમાં 02 થી 04 ડીગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.ગઇકાલે 45 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કંડલા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી,અમદાવાદ, ડીસા અને ગાંધીનગરમાં 43 તથા કેશોદમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં ઓરેંજ એલર્ટના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરે એકથી ચાર બહાર ન નીકળવા અને ખેડૂતોને બપોર કામ ન કરવા સૂચના અપાઈ છે. રાજકોટ જિલ્લા ક્લેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ગઇકાલે હીટવેવ સામેના એક્શન પ્લાનના મજબૂત અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી. જેમાં વધતી હીટવેવ સામે લડવા માટે વિવિધ સ્તરની સૂચનાઓ અપાઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ