ફ્રાન્સમાં નાનું પર્યટક વિમાન તૂટી પડતાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રવિવારે સ્થાનિક સમય પ્રમાણે વહેલી સવારે પોણા ચાર વાગે પેરિસથી 30 કિલોમીટર દૂરનાં કોલેજિયેન નામનાં નગરમાં વિમાન હાઇ વોલ્ટેજ લાઇન સાથે અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું મનાય છે.
પેરિસ અને સ્ટ્રેસબોર્ગને જોડતા ધોરી માર્ગ પર ઘટના સ્થળે વાહનવ્યવહાર સ્થગિત કરી દેવામાં આવ્યો છે.
Site Admin | જુલાઇ 1, 2024 3:59 પી એમ(PM) | ફ્રાન્સ
ફ્રાન્સમાં નાનું પર્યટક વિમાન તૂટી પડતાં ત્રણ વ્યક્તિનાં મોત..
