પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંકલિત સંસ્કૃતિ પરના વિચારો અને ભાષણો પર આધારિત પુસ્તક ‘સંસ્કૃતિ કા પાંચવા અધ્યાય’ નું આજે નવી દિલ્હીમાં વિમોચન કરવામાં આવશે. આ પુસ્તક પ્રધાનમંત્રી મોદી દ્વારા વિવિધ પ્રસંગોએ આપવામાં આવેલા ભાષણોનો સંગ્રહ છે, જે ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ, આધ્યાત્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે.
આ પુસ્તકનું ઔપચારિક વિમોચન જુના અખાડાના પ્રમુખ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી મહારાજ દ્વારા કરવામાં આવશે. પુસ્તકની પ્રસ્તાવના રામ બહાદુર રાય દ્વારા લખવામાં આવી છે અને સંકલન ડૉ. પ્રભાત ઓઝા દ્વારા કરવામાં આવ્યું છે. આ પુસ્તક પ્રભાત પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.
Site Admin | એપ્રિલ 18, 2025 1:45 પી એમ(PM)
પ્રધાનમંત્રી મોદીના સંસ્કૃતિ પરના વિચારો અને ભાષણો પર આધારિત પુસ્તક ‘સંસ્કૃતિ કા પાંચવા અધ્યાય’ પુસ્તકનું આજે નવી દિલ્હીમાં વિમોચન
