પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ RSS અમર સંસ્કૃતિનું અક્ષયવટ છે. આ અક્ષયવટ ભારતીય ચેતનાને ઊર્જાવાન બનાવી રહયું છે. આજે નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત દેશના કરોડો લોકોને મફતમાં સારવાર મળી રહી છે. પ્રધાનમંત્રી નાગપુરમાં સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ ખાતે લોઇટરિંગ મ્યુનિશન ટેસ્ટિંગ રેન્જ અને યુએવી માટે રનવે સુવિધાનું ઉદ્ઘાટન કરશે.
આગાઉ શ્રી મોદીએ નાગપુરમાં સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ હેડગેવાર તથા ગુરુજી તરીકે જાણીતા માધવરાવ ગોળવલકરને સમર્પિત સ્મારકોમાં શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે આર. એસ. એસ. ના વડા મોહન ભાગવત, કેન્દ્રીય મંત્રી નીતિન ફડણવીસ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ દીક્ષાભૂમિની મુલાકાત લીધી હતી અને ડૉક્ટર બી. આર. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી. મહારાષ્ટ્રથી પ્રધાનમંત્રી બપોરે છત્તીસગઢના બિલાસપુર જશે, જ્યાં તેઓ 33 હજાર 700 કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે.
Site Admin | માર્ચ 30, 2025 3:25 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ RSS અમર સંસ્કૃતિનું અક્ષયવટ ગણાવ્યું
