પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ઊભરતા ભારતની ચેતના જોવા મળી હતી અને સમગ્ર વિશ્વએ ભારતની તાકાતને જોઇ. તેમણે જણાવ્યું કે, અનેકતામાં એકતા એ ભારતની વિશેષતા છે. લોકસભામાં નિવેદન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, જ્યારે સમગ્ર વિશ્વ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એકતાનું આ ભવ્ય પ્રદર્શન દેશની સૌથી મોટી તાકાત છે. તેમણે જળસંચયનાં મહત્વ પર ભાર મૂક્યો હતો અને મહાકુંભ પરથી પ્રેરણા લઈને નદી ઉત્સવનું વિસ્તરણ કરવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.
Site Admin | માર્ચ 18, 2025 1:58 પી એમ(PM) | PM Modi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ઊભરતા ભારતની ચેતનાના દર્શન થયા હતા
