પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ અને કાર્યો દેશની એકતા અને અખંડિતતા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત રહેશે.
ગૃહમંત્રી અમિત શાહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, સરદાર પટેલને 500થી વધુ રજવાડાઓનું વિલીનીકરણ કરીને આધુનિક ભારતનો પાયો નાખવાનો શ્રેય જાય છે. લોખંડી પુરુષને યાદ કરતાં ગૃહમંત્રીએ તેમને દેશની એકતાના પ્રતીક ગણાવ્યા.
આજે રાજ્યભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે, આજે પાટણ ખાતે ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો અને વિવિધ સંગઠનો દ્વારા સરદાર સાહેબની પ્રતિમા પર ફૂલહાર ચડાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
Site Admin | ડિસેમ્બર 15, 2024 7:27 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
