પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા યુવા શક્તિને રાજકારણમાં જોડાવા અને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવા હાકલ કરી.
અમદાવાદના સાણંદ નજીક લેખંબામાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા પ્રધાનમંત્રીએ યુવા શક્તિને દેશનું ભવિષ્ય ગણાવ્યું હતું.
શ્રી મોદીએ આ પ્રસંગે રાષ્ટ્ર નિર્માણમાં અને માનવતાના કાર્યમાં રામકૃષ્ણ મિશનના યોગદાનને બિરદાવયુ હતું.
શ્રી મોદીએ માનવ કલ્યાણ માટે આધ્યાત્મિકતા અને ટકાઉ વિકાસ વચ્ચે યોગ્ય સંતુલન રાખવા પર પણ ભાર મૂક્યો હતો.
શ્રી મોદીએ દેશમાં સામાજિક ઉત્થાનમાં સંતોના યોગદાનની પ્રશંસા કરી અને સ્વામી વિવેકાનંદને આધ્યાત્મિકતાની સાથે આધુનિક વિજ્ઞાનના પ્રબળ હિમાયતી ગણાવ્યા હતા.