પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત અને જર્મની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનું આ 25મું વર્ષ છે અને જર્મનીનાં રોકાણકારો માટે ભારત ઉત્તમ સ્થળ છે.આજે નવી દિલ્હીમાં 18મા એશિયા પ્રશાતં જર્મન વેપાર સંમેલનને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે, આગામી 25 વર્ષ ભારત-જર્મની વચ્ચેનાં સંબંધોને મજબૂતી આપનારા સાબિત થશે. તેમણે જણાવ્યું કે, ભારત વિશ્વનાં ભવિષ્યની જરૂરિયાતો માટે
કામ કરી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડ માટે આ સૌથી ઉત્તમ સમય છે. તેમણે જર્મની દ્વારા ફોકસ ઓન ઇન્ડિયા દસ્તાવેજ જારી કરવા બદલ ખુશી વ્યક્ત
કરી હતી..
આ સંમેલન અગાઉ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમનાં સત્તાવાર નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ ખાતે મળ્યા હતા. આજે બંને નેતાઓ નવી દિલ્હીમાં સાતમી આંતર સરકારી પરામર્શ- IGC બેઠકની સહ અધ્યક્ષતા કરશે.
બંને નેતાઓ સલામતી, સંરક્ષણ સહકાર, આર્થિક સહકાર, હરિત અને સાતત્યપૂર્ણ વિકાસ ભાગીદારી અને ઊભરતી તથા વ્યૂહાત્મક ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં જોડાણ પર પણ ચર્ચા કરશે. ચાન્સેલર સ્કોલ્ઝ ગઈ કાલે રાત્રે ભારતની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી આવ્યા હતા. શ્રી સ્કોલ્ઝ શનિવારે ગોવા જશે, જયાં જર્મન નૌકાદળની ફ્રિગેટ ‘બેડન-વુએરટ્ટમબર્ગ’ અને લડાકુ સહાયક જહાજ ‘ફ્રેન્કફર્ટ એએમ
મેઇન’નું ગોવાનાં બંદર પર આગમન થશે.