પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના હજારીબાગમાં 83 હજાર 300 કરોડરૂપિયાની વિકાસ પરિયોજનાઓના શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કર્યા.. આ પરિયોજનાઓમાંધરતી આબા આદિવાસી ગામ ઉત્કર્ષ અભિયાન છે, જેની કુલ કિંમત 79 હજાર 150 કરોડ રૂપિયા છે. આ પરિયોજનાઓમાંપ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાભિયાન હેઠળના કામોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ 40 એકલવ્ય વિદ્યાલયનું ઉદ્ઘાટનકર્યું અને 25 એકલવ્ય વિદ્યાલયોનો શિલાન્યાસ પણ કર્યો. આ પ્રસંગે હજારીબાગમાં વિનોબા ભાવે યુનિવર્સિટી કેમ્પસમાં સભાનેસંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે બહુવિધ પરિયોજનાઓ આદિવાસી સમુદાયોના સશક્તિકરણઅને સમગ્ર રાજ્યમાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓને વધારવાના પ્રયાસોને નોંધપાત્ર રીતેવેગ આપશે. શ્રી મોદીએ કહ્યું કે દેશના આદિવાસી સમુદાયના વિકાસ અને સશક્તિકરણ વિના વિકસિતભારતનું સ્વપ્ન સાકાર થઈ શકે નહીં. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ્સથી 5 કરોડથી વધુ આદિવાસીલોકોને ફાયદો થશે. શ્રી મોદીએ કહ્યું કે આદિવાસી કલ્યાણ એ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંનીએક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ધરતી આબા આદિવાસી ગ્રામ ઉત્કર્ષ અભિયાન એએકમહત્વપૂર્ણ પહેલ છે જેનો ઉદ્દેશ્ય આદિવાસી ગામડાઓમાં સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાઅને પ્રદેશના સામાજિક-આર્થિક પરિદ્રશ્યમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનો છે.
Site Admin | ઓક્ટોબર 2, 2024 7:43 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના હજારીબાગમાં 83 હજાર 300 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓના શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કર્યા
