ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 20, 2024 9:27 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી અમેરિકાના ત્રણ દિવસનાં પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી અમેરિકાના ત્રણ દિવસનાં પ્રવાસે જશે.ગઇકાલે નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી અનેક દ્વિપક્ષીય અને બહુપક્ષીય પાસાઓ પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી આવતીકાલે ક્વાડ નેતાઓનાં ચોથા સંમેલનમાં ભાગ લેશે. સંમેલનથી અલગ તેઓ અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. શ્રી મિસરીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી રવિવારે અમેરિકામાં વસતા વિશાળ ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. તેઓ સોમવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં શિખર સંમેલનને સંબોધિત કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી અમેરિકાની અગ્રણી કંપનીઓનાં સીઇઓ સાથે પણ વાતચીત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ