પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં જમશેદપુરના ગોપાલ મેદાન ખાતે પરિવર્તન મહારેલીને સંબોધતા વિકાસ કાર્યોને વેગ આપવા માટે ભ્રષ્ટ હેમંત સોરેનની આગેવાની હેઠળની રાજ્ય સરકારને હટાવવા રાજ્યના લોકોને હાકલ કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે ઝારખંડ મુક્તિ મોરચો, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ રાજ્યના દુશ્મન છે. તેમણે કહ્યું કે આ પક્ષો સત્તા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ઝારખંડની રચના બાદ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળે ઝારખંડને લૂંટીને રાજ્યના ગરીબ અને આદિવાસી સમુદાયના લોકો સાથે છેતરપિંડી કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સંથાલ પરગણા અને કોલ્હાન વિસ્તારોની જનસંખ્યા ઝડપથી બદલાઈ રહી છે. આ વિસ્તારોમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરીનો ખતરો વધી રહ્યો છે અને આદિવાસીઓની વસ્તી ઘટી રહી છે .તેમણે કહ્યું કે ઝારખંડ હાઈકોર્ટે આ વિસ્તારોમાં ઘૂસણખોરોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે પરંતુ ઝારખંડ મુક્તિ મોરચા આ માટે તૈયાર નથી,તેમણે કહ્યું કે હેમંત સોરેને ચંપા સોરેનને મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા બાદ તેમનું અપમાન કર્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2024 7:40 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં જમશેદપુરના ગોપાલ મેદાન ખાતે પરિવર્તન મહારેલીને સંબોધી
