ભારતના મહાન ઇજનેર સર એમ. વિશ્વેશ્વરૈયાની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે આજના દિવસને ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ ઇજનેર અને નાગરિકોને આ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ, નવીનતા અને નિર્ણાયક પડકારોને પહોંચી વળવામાં ઇજનેરોના નોંધપાત્ર યોગદાનને બિરદાવ્યું હતું. શ્રીમોદીએ કહ્યું કે, ઇજનેરી ક્ષેત્રમાં સર એમ. વિશ્વેશ્વરાયનું યોગદાન આપણને સતત પ્રેરણા આપે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇજનેર દિવસની શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી શાહે જણાવ્યું હતું કે, ઇજનેરો દેશના વિકાસ અને નવીનતાની કરોડરજ્જુ છે.તેમણે સ્વપ્નદ્રષ્ટા ઇજનેર ભારત રત્ન,સર એમ વિશ્વેશ્વરાયને પણ શ્રદ્ધાંજલિ આપી.