પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ઝારખંડ,ગુજરાતઅને ઓડિશાના પ્રવાસે છે. શ્રી મોદી પ્રથમ ઝારખંડના પ્રવાસે છે, જ્યાં તેઓ ટાટાનગર–પટનાવંદે ભારત ટ્રેન સહિત 6 જેટલી વંદે ભારત ટ્રેનોનો પ્રારંભ કરાવશે. તેઓ અહીં 660 કરોડ રૂપિયાની કિંમતના વિવિધ રેલવે પ્રોજેક્ટનો શીલાન્યાસ પણ કરશે. સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ટાટાનગર ખાતેના લાભાર્થીઓને 20 હજાર રૂપિયાના વળતરના પ્રમાણપત્રોનું વિતરણ કરશે. સોમવારે પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે છે. તેઓ પ્રધાનમંત્રી સૌર ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. જે બાદ તેઓ ચોથાવૈશ્વિક પુનઃ પ્રાપ્ય ઊર્જા રોકાણકાર સંમેલન અને એક્સ્પોનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી મોદી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. સાંજે તેઓ અમદાવાદ ખાતે 8 હજારકરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન તેમજ ખાત મહૂર્ત કરશે. મગંળવારે તેઓ ઓડિશાની મુલાકાતે જશે. જ્યા તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. તેઓ ભુવનેશ્વરમાં અંદાજે 800 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાત મૂહર્ત કરશે.
Site Admin | સપ્ટેમ્બર 14, 2024 2:16 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ઝારખંડ,ગુજરાતઅને ઓડિશાના પ્રવાસે છે
