ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 12, 2024 2:48 પી એમ(PM) | પશ્ચિમબંગાળ

printer

પશ્ચિમબંગાળના આરોગ્ય વિભાગના મુખ્યાલયની સામે જુનિયર ડોકટરો દ્વારા ચાલી રહેલું વિરોધપ્રદર્શન ગુરુવારે ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું હતું

પશ્ચિમબંગાળના આરોગ્ય વિભાગના મુખ્યાલયની સામે જુનિયર ડોકટરો દ્વારા ચાલી રહેલું વિરોધપ્રદર્શન ગુરુવારે ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું હતું. આર.જી.કર મેડિકલ કોલેજમાં સહયોગી ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આંદોલન કરી રહેલા જુનિયર ડૉક્ટર્સ દ્વારા સ્પષ્ટ કરી દેવાયું છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહીં.રાજ્ય સરકાર દ્વારા ચર્ચા માટેના સતત પ્રયાસો, છતાં પોતાની માંગણી પર મક્કમ તબીબો પીછેહટ કરવા  તૈયારનથી.સરકારને ડોકટરોએ સ્પષ્ટ પણે કહ્યું હતું કે તેમની ચાર મુદ્દાની શરતો સ્વીકાર્યા પછી જ ચર્ચા કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ