પંડિત દીનદયાળ ઉપાધ્યાયને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયે તેમના જીવનની દરેક ક્ષણ ભારત માતાના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે વિતાવી છે.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી શાહે કહ્યું કે, તેમના વિચારો અને સિદ્ધાંતો હંમેશા દેશવાસીઓને લોકોની સેવા કરવા માટે પ્રેરણા આપશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, જેપી નડ્ડા અને અન્ય પક્ષના નેતાઓએ પણ આજે નવી દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી.
ઉલ્લેખનીય છે કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય 1953 થી 1968 સુધી ભારતીય જનસંઘના નેતા હતા.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 2:30 પી એમ(PM) | ગૃહમંત્રી અમિત શાહ
પંડિત દીનદયાળ ઉપાધ્યાયે તેમના જીવનની દરેક ક્ષણ ભારત માતાના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે વિતાવી છે :ગૃહમંત્રી અમિત શાહ
