પંજાબમાં, ગઈકાલે સુવર્ણ મંદિરમાં ગુરુ રામદાસસરાઈ ખાતે હરિયાણાના એક વ્યક્તિએ કથિત રીતે લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો, જેમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધકસમિતિ- SGPCના બે સેવાદારો સહિત ચાર લોકો ઘાયલ થયાહતા. SGPC સ્ટાફે તે વ્યક્તિની ઓળખ પૂછતા તે વ્યક્તિએ લોખંડના સળિયાથી SGPC સ્ટાફઅને દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરનારા ભક્તો પર કથિત રીતે હુમલો કર્યો. હુમલાખોરને પકડીને પોલીસને સોંપવામાંઆવ્યો હતો. અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે માહિતી આપી કે આવ્યક્તિની ઓળખ હરિયાણાના યમુના નગરના શાદીપુરના ગુલ્ફાન તરીકે થઈ છે. તેની ધરપકડકરવામાં આવી છે. શ્રી ભુલ્લરે જણાવ્યું કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે અને તપાસચાલી રહી છે.
Site Admin | માર્ચ 15, 2025 1:48 પી એમ(PM)
પંજાબમાં, ગઈકાલે સુવર્ણ મંદિરમાં ગુરુ રામદાસસરાઈ ખાતે હરિયાણાના એક વ્યક્તિએ કથિત રીતે લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો
