ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 17, 2024 2:52 પી એમ(PM) | નૌકાદળ

printer

નૌકાદળ કમાન્ડો સંમેલન 2024ના બીજા સંસ્કરણનો આજે નવી દિલ્હીમાં પ્રારંભ

નૌકાદળ કમાન્ડો સંમેલન 2024ના બીજા સંસ્કરણનો આજે નવી દિલ્હીમાં પ્રારંભ થયો છે. તે ઉચ્ચસ્તરીય દ્વીવાર્ષિક સંમેલન છે, જે નૌકાદળના કમાન્ડરો વચ્ચે મહત્વપૂર્ણ કુટનૈતિક, સંચાલન અને વહીવટીય મુદ્દાઓ અંગે વિચાર- વિમાર્શની તકો પૂરી પડે છે.
આ સંમેલન પશ્ચિમ એશિયાની ઉભરતી ભૂ-રાજકીય અને ભૂ-કુટનૈતિક ગતિશીલતા, પ્રાદેશિક પડકારો અને દરિયાઈ સુરક્ષા સ્થિતિમાં જટિલતાની પુષ્ઠભૂમિમાં આયોજીત કરાઈ રહ્યું છે. તે ભારતીય નૌકાદળના ભવિષ્યમાં આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતીય નૌકાદળે વેપારની સુરક્ષાને પ્રભાવિત કરનાર ડ્રોન અને મિસાઇલના ઉભરતા પુડકારો સામે તાકાત અને સંકલ્પ સાથે જવાબ આપ્યો છે. સાથે જ હિંદમહાસાગાર ક્ષેત્રમાં સુરક્ષા પ્રદાન કરતા પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે.
આ સંમેલન દરમિયાન કમાન્ડર 2047 સુધીની પૂર્ણ આત્મનિર્ભરતા માટે દૃષ્ટિકોણ અનુરૂપ મેક ઇન ઇન્ડિયાના માધ્યમથી સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે ચાલી રહેલી નૌકાદળની યોજનાઓની સમીક્ષા પણ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ