નેપાળના તાનાહુન જિલ્લામાં ગઈ કાલે સર્જાયેલી બસ દુર્ઘટનામાં 27 ભારતીયોનાં મૃત્યુ થયા છે એમ કાઠમંડુસ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષાખાડસે મૃતકો અને બચી ગયેલાઓને પરત લાવવાનાં કાર્યનું નિરીક્ષણ કરવા કાઠમંડુ પહોંચીગયા છે.સામાજિક માધ્યમનીપોસ્ટમાં સુશ્રી ખાડસેએ જણાવ્યું કે, તેમણે નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવ અનેનેપાળના વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ બ્રિઘુ દુન્ગાના સાથે રાહત અને બચાવ કાર્યતથા ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતેની તૈયારી અંગે ચર્ચા કરી હતી. દૂતાવાસે ચોવીસકલાક કાર્યરત ટેલિફોન નંબર પણ જારી કર્યા છે. મહારાષ્ટ્ર સરકારનીવિનંતીને પગલે ભારતીય હવાઇ દળનું વિમાન મૃતકોનાં પાર્થિવ દેહને સ્વદેશ પરત લાવશે. આ દુર્ઘટનાઅંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીયરાહત ભંડોળમાંથી મૃતકોના નજીકના સગાને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાનાંવળતરની જાહેરાત કરી છે.
Site Admin | ઓગસ્ટ 24, 2024 7:50 પી એમ(PM)
નેપાળના તાનાહુન જિલ્લામાં ગઈકાલે સર્જાયેલી બસ દુર્ઘટનામાં 27 ભારતીયોનાં મૃત્યુ થયા છે
