નેપાળના તનાહુન જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 41 થયો છે. યુવા બાબતો અને રમત-ગમતના રાજ્ય મંત્રી રક્ષા ખડસે નેપાળના તનાહુન જિલ્લામાં માર્ગ અકસ્માતમાં બચી ગયેલા લોકોને પરત લાવવાની વ્યવસ્થા કરવા કાઠમંડુ પહોંચ્યા છે.
સુશ્રી ખડસેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેમણે ભારતીય રાજદૂત નવીન શ્રીવાસ્તવ અને નેપાળના વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ બ્રિગુ ધુંગાના સાથે બચાવ કામગીરી અને આગળની કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી.
મહારાષ્ટ્ર સરકારના અનુરોધ પર ભારતીય વાયુસેનાનું વિમાન બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓના મૃતદેહ પરત લાવશે. યુવા બાબતો અને રમતગમતના વિભાગે પણ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની મુલાકાત લીધી હતી. 16 મુસાફરોને વધુ સારવાર માટે એરલિફ્ટ કરી કાઠમંડુ લવાયા છે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ ઇજાગ્રસ્તોની સારવાર માટે અને મૃતદેહોને વહેલામાં વહેલી તકે ભારત પરત લાવવા માટે સ્થાનિક અધિકારીઓ અને હોસ્પિટલ સ્ટાફ સાથે સતત સંપર્કમાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતાં મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલો જલ્દી સાજા થાય તેવી કામના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, ભારતીય દૂતાવાસ અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે.
Site Admin | ઓગસ્ટ 24, 2024 3:05 પી એમ(PM)
નેપાળના તનાહુન જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 41 થયો છે
