નામિબિયામંને ટુમ્બો નંદી-નદૈતવાહે દેશનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથગ્રહણ કર્યાં છે. 72 વર્ષનાં નંદી-નદૈતવાહે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં 58 ટકા મત મેળવી રાષ્ટ્રપ્રમુખ માટેની ચૂંટણી જીતી હતી. તેમણે ફેબ્રુઆરી 2024માં રાષ્ટ્રપ્રમુખ હેઝગીન્ગોબના અવસાન બાદ વચગાળાના રાષ્ટ્રપ્રમુખ તરીકે પદભાર સંભાળનારા નાન્ગોલોમ્બુમ્બાનું સ્થાન લીધું છે. નંદી-નદૈતવાહ વર્ષ 1990થી સાંસદ છે. તેમણે અગાઉ નામીબિયાના વિદેશમંત્રી અને ઉપ-રાષ્ટ્રપતિ તરીકે પણ કામ કર્યું છે.
Site Admin | માર્ચ 22, 2025 2:00 પી એમ(PM)
નામિબિયામંને ટુમ્બો નંદી-નદૈતવાહે દેશનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથગ્રહણ કર્યાં
