નાબાર્ડે હાથ ધરેલા બીજા અખિલ ભારત ગ્રામીણ આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, વર્ષ 2016 થી 2022ના સમયગાળામાં ગ્રામીણ ક્ષેત્રના પરિવારોની સરેરાશ આવક 57 ટકાથી વધી છે.
સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, વર્ષ 2016-17માં ગ્રામીણ ક્ષેત્રમાં પરિવારોની સરેરાશ માસિક આવક 8 હજાર 59 રૂપિયા હતી. જે વધીને 2021-22માં 12 હજાર 698 રૂપિયા થઇ છે. એવી જ રીતે પરિવારનો સરેરાશ માસિક ખર્ચ 6 હજાર 600 રૂપિયા હતો તે વધીને 11 હજાર 200 થયો હતો.
ગ્રામીણ વિસ્તારોના પરિવારની સરેરાશ બચત 9 હજાર 100 રૂપિયા હતી જે વર્ષ 2021-22માં વધીને 13 હજાર 200 રૂપિયા થઇ હતી. આ સમયગાળામાં ગ્રામીણ ક્ષેત્રના પરિવારોના વિમા કવચમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો.
નાબાર્ડના સર્વેમાં જણાવ્યું છે કે, ગ્રામીણ ક્ષેત્રમાં ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપયોગી પુરવાર થઇ રહ્યું છે.
Site Admin | ઓક્ટોબર 11, 2024 9:27 એ એમ (AM) | નાબાર્ડે
નાબાર્ડે હાથ ધરેલા બીજા અખિલ ભારત ગ્રામીણ આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યું છે કે, વર્ષ 2016 થી 2022ના સમયગાળામાં ગ્રામીણ ક્ષેત્રના પરિવારોની સરેરાશ આવક 57 ટકાથી વધી છે.