ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 5, 2024 8:05 પી એમ(PM)

printer

નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આવતીકાલથી જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે જશે

નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આવતીકાલથી જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન શ્રી જોશી બે દિવસીય હેમ્બર્ગસસ્ટેને બિલિટી કોન્ફરન્સમાં ભાગ લેશે.
તેઓ ટકાઉ વિકાસ, ગ્રીન હાઇડ્રોજન, ઓછા ખર્ચે રોકાણ અને સમગ્ર પુનઃપ્રાપ્ય ઉર્જા વિસ્તારણમાં સહકારને પ્રોત્સાહન આપવા માટે જર્મની અને બ્રિટનના મંત્રીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત-જર્મની સંબંધોને મજબૂત કરવાનો અને વેપારની તકો ઊભી કરવાનો અને વૈશ્વિક સ્તરે પુનઃપ્રાપ્ય ઉર્જાના વિસ્તરણમાં વધારો કરવાનો છે.