ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 4, 2024 2:13 પી એમ(PM)

printer

નવી દિલ્હીમાં આગામી 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન ગ્રીન-હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદની બીજી આવૃત્તિનું આયોજન કરશે

નવી દિલ્હીમાં આગામી 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન ગ્રીન-હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદની બીજી આવૃત્તિનું આયોજન કરશે. નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ આજે એક કાર્યક્રમને સંબોધન દરમિયાન આ જાહેરાત કરી હતી.
શ્રી જોષીએ ભારત અને અન્ય વિકસિત દેશોને સ્વચ્છ અને હરિયાળી ઊર્જા સંક્રમણ તરફ દોરવામાં ગ્રીન-હાઇડ્રોજનની નિર્ણાયક ભૂમિકા અંગે વાત કરી હતી. તેમણે વિકાસશીલ ગ્રીન-હાઈડ્રૉજન લેન્ડસ્કેપની શોધખોળ કરવા હિતધારકોને પ્રોત્સાહિત કર્યા.
શ્રી જોષીએ ઉંમેર્યું, આ ત્રણ દિવસના કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગ્રીન-હાઈડ્રૉજન લેન્ડસ્કેપ અંગે આપણી સમજને વધુ ઊંડી બનાવવાનો અને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાયો અને ઉદ્યોગો સાથે જોડાણને પ્રોત્સાહન આપવાનો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ