પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવનાર છે. આ દરમિયાન, 8 માર્ચ, એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે શ્રી મોદીની અધ્યક્ષતામાં નવસારીમાં વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી સંમેલન’ નું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીનાં હસ્તે રાજ્યની 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને 450 કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવશે.
આ સંમેલનમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની એક લાખ મહિલાઓ ભાગ લેશે. પસંદ કરવામાં આવેલ 10 લખપતિ દીદીઓ સાથે શ્રી મોદી સંવાદ કરશે અને 5 લખપતિ દીદીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરશે.
દરમિયાન, અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનો શુભારંભ પણ કરાશે.
Site Admin | માર્ચ 6, 2025 2:36 પી એમ(PM)
નવસારીમાં વાંસી-બોરસી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘લખપતિ દીદી સંમેલન’ નું આયોજન કરાશે
