ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 28, 2025 9:45 એ એમ (AM) | ભારત અને ચીન

printer

દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે ભારત અને ચીન વિવિધ પગલાં ભરવા સહમત થયા

દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે વિદેશ સચિવ-ઉપમંત્રી સ્તરની બેઠક દરમિયાન ભારત અને ચીન વિવિધ પગલાં લેવા પર સંમત થયા છે. કૈલાશ માનસરોવર યાત્રા, બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવી અને સરહદ પાર નદી ડેટા શેર કરવા અંગેના મુદ્દાઓ ઉપર બંને દેશો વચ્ચે સમજૂતી સધાઇ હતી.ચીનના બે દિવસના પ્રવાસે રહેલા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ બેઠકમાં હાજરી આપી હતી.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, બંને પક્ષો હાઇડ્રોલોજિકલ ડેટા અને સરહદ પાર નદીઓ સંબંધિત અન્ય સહયોગની જોગવાઈ ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરવા માટે ભારત-ચીન નિષ્ણાત સ્તરની મિકેનિઝમની વહેલી બેઠક યોજવા માટે પણ સંમત થયા હતા.
આ ઉપરાંત અન્ય મુદ્દાઓ ઉપર પણ બંને દેશોના પ્રતિનિધિઓએ વિસ્તૃત ચર્ચા કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ