દેશભરમાં આજે ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજંયતીની ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિતના મહાનુભાવોએ સંસદ ભવન પરિસરમાં ડૉ. આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું, વિવિધ ક્ષેત્રમાં ડૉ. આંબેડકરનું યોગદાન રાષ્ટ્રનિર્માણ માટે પ્રતિબદ્ધતાની સાથે કામ કરવા અંગે ભવિષ્યની પેઢીઓને પ્રેરણા પૂરી પાડશે. સુશ્રી મુર્મૂએ લોકોને ડૉ. આંબેડકરના આદર્શને પોતાના જીવનમાં અપનાવવાનો સંકલ્પ લેવા તેમજ એકએવા દેશનું નિર્માણ કરવાનો આગ્રહ કર્યો, જે સામાજિક સદભાવ અને સમાનતાની ભાવનાને ઉજાગર કરે છે.
દિલ્હી વિધાનસભામાં આંબેડકર જયંતી નિમિત્તે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. દરમિયાન દિલ્હી વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું, ડૉ. આંબેડકર દ્વારા તૈયાર કરાયેલા ભારતીય બંધારણને સમગ્ર વિશ્વમાં એક અદ્વિતીય સ્થાન મળ્યું છે.
ઉત્તરપ્રદેશમાં પણ આંબેડકર જયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, દેશના વિકાસ પ્રત્યે ડૉ. આંબેડકરનું યોગદાન ક્યારેય ભૂલી નહીં શકાય.
Site Admin | એપ્રિલ 14, 2025 7:01 પી એમ(PM)
દેશભરમાં ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજંયતીની ઉજવણી
