દેશભરના શિક્ષણવિદો અને સંશોધકોએ પાંચ ભારતીય ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાના કેન્દ્રીય કેબિનેટના તાજેતરના નિર્ણયને અવકાર્યો છે. આકાશવાણી સાથે વાત કરતાં, કોલકતા યુનિવર્સિટીના બૌદ્ધ અધ્યયન વિભાગના પ્રોફેસર ડૉ. ઉજ્જવલ કુમારે કહ્યું કે, આ નિર્ણયથી શાસ્ત્રીય ભાષાઓના પ્રચાર પ્રસારમાં મદદ મળશે અને આનાથી સાહિત્યના વિદ્યાર્થીઓ માટે રોજગારીની વધુ તકો ઊભી થશે.
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સભ્ય સચિવ ડૉ. સચ્ચિદાનંદ જોશીએ આ નિર્ણયને ઐતિહાસિક રીતે મહત્વનો જણાવ્યું છે. દેશનું પ્રાચીન સાહિત્ય આ ભાષાઓમાં ઉપલબ્ધ છે અને શાસ્ત્રીય ભાષાઓ તરીકે સમાવેશ કરવાથી અભ્યાસ અને સંશોધનમાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે, ગત ગુરુવારે મંત્રીમંડળે શાસ્ત્રીય ભાષાઓની યાદીમાં આસામી, બંગાળી, મરાઠી, પાલી અને પ્રાકૃતના સમાવેશને મંજૂરી આપી હતી.
Site Admin | ઓક્ટોબર 5, 2024 2:27 પી એમ(PM)
દેશભરના શિક્ષણવિદો અને સંશોધકોએ પાંચ ભારતીય ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવાના કેન્દ્રીય કેબિનેટના તાજેતરના નિર્ણયને અવકાર્યો
