દેશની પહેલી હાઈડ્રૉજન ટ્રેન આજે હરિયાણાના જિન્દ-સોનીપત માર્ગ પર દોડશે. 89 કિલોમીટરના માર્ગ પર આજથી આ ટ્રેનનું ટ્રાયલ શરૂ થઈ રહ્યું છે. ચેન્નઈની ઇન્ટિગ્રલ કૉચ ફેક્ટરી દ્વારા નિર્માણ કરાયેલી આ ટ્રેન પર્યાવરણને અનુકૂળ છે. તેમજ તે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડવામાં સક્ષમ છે.
એક હજાર 200 હૉર્સ પાવરની ક્ષમતા ધરાવતી આ ટ્રેન એક વખતમાં બે હજાર 638 મુસાફરોને લઈ જઈ શકશે. રેલવે મંત્રાલયે હાઈડ્રૉજન ઇંધણ સેલ આધારિત ટ્રેનોના નિર્માણ માટે બે હજાર 800 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. તે અંતર્ગત આ પ્રકારની 35 જેટલી ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે.
Site Admin | માર્ચ 31, 2025 2:18 પી એમ(PM)
દેશની પહેલી હાઈડ્રૉજન ટ્રેન આજે હરિયાણાના જિન્દ-સોનીપત માર્ગ પર દોડશે.
