દુબઇમાં યોજાનારી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેવા સુકાની રોહિત શર્માના વડપણ હેઠળની ભારતીય ટીમ આજે રવાના થઇ છે.
આ સ્પર્ધામાં ભારત આગામી 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પહેલી મેચ રમશે. ત્યારબાદ 23મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને બીજી માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ રમશે.
જસપ્રીત બુમરાહને ઇજા થવાથી તેમનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો નથી. જ્યારે યુવા ખેલાડી અર્શદીપસિંહ, અને હર્ષીત રાણા અને વરૂણ ચક્રવર્તીને તક અપાઇ છે.
આ ઉપરાંત એક દિવસીય ક્રિકેટમાં 14 હજાર રનની સિદ્ધિ માટે માત્ર 37 રનની જરૂર ધરાવતા વિરાટ કોહલી તેમજ 11 હજાર રનની સિદ્ધિ માટે માત્ર 12 રનની જરૂરિયાત ધરાવતા રોહિત શર્માની રમત ઉપર ક્રિકેટ રસિકોનું ધ્યાન રહેશે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 7:44 પી એમ(PM)
દુબઇમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લેવા ભારતીય ટીમ આજે રવાના થઇ
