દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આજે સવારે 11 વાગ્યા સુધી સરેરાશ 19.95 ટકા મતદાન નોંધાયું. 70 સભ્યોની વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.બેઠક મુજબ, મધ્ય દિલ્હી જિલ્લામાં 16.46 ટકા મતદાન નોંધાયું છે જ્યારે પૂર્વ દિલ્હીમાં આ ટકાવારી 20.03 ટકા નોંધાઈ છે.નવી દિલ્હી બેઠક પર 16.80 ટકા, ઉત્તર દિલ્હીમાં 18.63 ટકા, ઉત્તર પૂર્વ દિલ્હીમાં 24.87 ટકા, ઉત્તર પશ્ચિમમાં 19.75 ટકા અને શાહદરા વિસ્તારમાં 23.30 ટકા મતદાન થયું હતું. દક્ષિણ દિલ્હી જિલ્લામાં 19.75 ટકા, દક્ષિણ પૂર્વમાં 19.66 ટકા, દક્ષિણ પશ્ચિમમાં 21.90 ટકા અને પશ્ચિમ દિલ્હીમાં 17.67 ટકા મતદાન નોંધાયું હતું.
Site Admin | ફેબ્રુવારી 5, 2025 2:16 પી એમ(PM) | દિલ્હી
દિલ્હીમાં સલામતીના સઘન બંદોબસ્ત વચ્ચે સવારે અગિયાર વાગ્યા સુધી 19.95 ટકા મતદાન
