હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. ત્યારે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ
કેજરીવાલ આજે હરિયાણાના જગાધાર ખાતે રોડ-શો યોજશે.
દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, જગત પ્રકાશ નડ્ડાએ ગઇકાલે રોહતકમાં હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટેનો ઢંઢેરો બહાર પાડ્યો હતો.સંકલ્પ પત્ર નામનાં આ ઢંઢેરામાં 20 વચનો આપવામાં આવ્યા છે, જેમાં લાડો લક્ષ્મી યોજના હેઠળ તમામ મહિલાઓને દર મહિને 2100 રૂપિયા, 10 ઔદ્યોગિક શહેરોનું નિર્માણ, પ્રતિ શહેર 50 હજાર સ્થાનિક યુવાનોને નોકરી આપનાર ઉદ્યોગ સાહસિકોને વિશેષ પ્રોત્સાહન, ચિરાયુ-આયુષ્યમાન યોજના હેઠળ દરેક પરિવારને 10 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, ભાજપે લઘુતમ ટેકાના ભાવે 24 પાકની ખરીદી, હર ઘર ગૃહિણી યોજના હેઠળ 500 રૂપિયામાં સિલિન્ડર અને અવ્વલ બાલિકા યોજના હેઠળ દરેક ગ્રામીણ વિસ્તારોમાં કોલેજ જતી દરેક વિદ્યાર્થિનીને સ્કુટર આપવાનું વચન પણ આપવામાં આવ્યું છે.