દિલ્હી સરકાર, સંસદીય બાબતોના મંત્રાલય, અને દિલ્હી વિધાનસભા સચિવાલયે આજે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન – NeVA ના અમલીકરણ માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા હાજર રહ્યા હતા. દિલ્હી રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન પ્લેટફોર્મ સાથે જોડાયેલી 28મી વિધાનસભા બની છે.
આ પ્રસંગે બોલતા, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે આ વ્યવસ્થા દિલ્હીના લોકો તેમજ રાષ્ટ્રીય રાજધાનીના ધારાસભ્યો માટે ફાયદાકારક રહેશે.
દરમિયાન, દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે વિધાનસભા પેપરલેસ બનશે અને રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન 100 દિવસમાં લાગુ કરવામાં આવશે.
Site Admin | માર્ચ 22, 2025 8:07 પી એમ(PM)
દિલ્હી સરકાર, સંસદીય બાબતોના મંત્રાલય, અને દિલ્હી વિધાનસભા સચિવાલયે આજે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન – NeVA ના અમલીકરણ માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
