દક્ષિણની ફિલ્મોના વરિષ્ઠ ફિલ્મ અભિનેતા એ નાગાર્જુને તેલંગાણાના રાજ્ય મંત્રી કે. સુરેખા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. હૈદરાબાદની નામપલ્લી અદાલતમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં નાગાર્જુને કોંગ્રેસ નેતા સુરેખા પર જાણીજોઈને જૂઠ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે આ સાથે તેમની વ્યક્તિગત, વ્યાવસાયિક અને પારિવારિક પ્રતિષ્ઠાને કલંકિત કરીને રાજકીય લાભ લેવાના ઉદ્દેશ્ય સાથે કે. સુરેખાનું નિવેદન દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જો કે બાદમાં મંત્રી સુરેખાએ પોતાની ટિપ્પણી પાછી ખેંચી લીધી હતી.
Site Admin | ઓક્ટોબર 4, 2024 1:55 પી એમ(PM) | માનહાનિ
દક્ષિણની ફિલ્મોના વરિષ્ઠ ફિલ્મ અભિનેતા એ નાગાર્જુને તેલંગાણાના રાજ્ય મંત્રી કે. સુરેખા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો
