હવામાન વિભાગની અગાહીને પગલે દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ડાંગ જિલ્લામાં વહેલી સવારે વરસાદના અહેવાલ છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
હવામાન વિભાગે આવતીકાલે કચ્છ, પોરબંદર, ભાવનગર અને દીવમાં હિટવેવની આગાહી કરી છે. પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર તેમજ વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, સહિત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ જોવા મળી શકે છે. તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા ઓછી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.