થાઇલેન્ડમાં બેંગકોક ખાતેથી શરૂ થયેલી મેકોંગ ગંગા ધમ્મયાત્રા નામની ચોથી ધમ્મયાત્રા આજે વડનગર ખાતે આવી પહોંચી હતી. આ ધમ્મયાત્રામાં આવેલા થાઇલેન્ડના પ્રતિનિધિમંડળે વડનગર ખાતે બૌદ્ધ મોનેસ્ટ્રી અને પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી. ભારતમાં 2 થી 10 ડિસેમ્બર દરમિયાન મેકોંગ-ગંગા ડેક્લેરેશન ઓન ધમ્મ સેન્ચુરી એટલે કે ધમ્મ શતાબ્દી પર મેકોંગ-ગંગા ઘોષણા માટેનો માર્ગ પટણા, બોધીગયા, નવી દિલ્હી અને ગુજરાતનો છે.
થાઇલેન્ડના લોકો બૌદ્ધ ધર્મની ભેટ આપવા બદલ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરી શકે તે માટે, તેમજ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને થાઈલેન્ડ મોકલવા બદલ ભારત સરકાર અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી શકે તે માટે, ધમ્મયાત્રા આયોજિત કરવામાં આવે છે.